અંક-૨, વર્ષ-૧૦, ડિસેમ્બર – ૨૦૨૫
ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં ગ્રામીણ બેરોજગારી
- ર્ડા. સુબ્રતા દત્તા
સારાંશઃ
રાષ્ટ્રીય નમૂનાઇ મોજણી તંત્રની મોજણીને આધારે પ્રસ્તુત અભ્યાસમાં વર્ષ ૧૯૯૩ થી ૨૦૧૦ સુધીના સમયગાળાની માહિતીને આવરી લીધી છે. ગુજરાત અને પશ્ચિમ બંગાળાની ગ્રામીણ બેરાજગારીને કેન્દ્રિત કરીને તેની તુલના કરવાનો પ્રયાસ કર્યો છે. વિરોધાભાસી લાક્ષણિકતાને લીધે આની પસંદગી કરી છે. ગુજરાતની વિવિધ શાસન પદ્ધતિ હેઠળ કેટલાક દાયકાઓ પસાર થયા છે. તેમાં આધુનિક ઔદ્યોગિક વિકાસ અને વૃદ્ધિ પર ભાર મૂકયો છે. પશ્ચિમ બંગાળનો ઉદ્દેશ કૃષિલક્ષી વૃદ્ધિ, જમીનસુધારણા અને સમતાવાદી તરાહની કૃષિલક્ષી આવક પર વધુ ભાર મૂકયો છે. વર્તમાન પુરાવા સૂચવે છે કે વર્ષ ૨૦૦૭-૦૮ દરમ્યાન ગુજરાતની કૃષિ પેદાશની ઘણી વૃદ્ધિ થઇ છે તેની નોંધ લીધી છે. પશ્ચિમ બંગાળ ઔદ્યોગિકીકરણની શરૂઆતને કારણે નિષ્ફળ ગયું છે. તેમ છતાં કેટલાક પ્રયાસો પ્રોત્સાહન રૂપે કર્યા છે. પ્રસ્તુત અભ્યાસમાં ભારતના તમામ યુવા ગ્રામીણ લોકોને કૃષિક્ષેત્રમાં પૂર્ણકાલીન રોજગારી મળે તે માટેની શકયતાઓ અને કાર્યક્ષેત્ર મર્યાદિત છે તેવા સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે તેમ છતાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષાના સંરક્ષણ માટે કૃષિક્ષેત્રની ભૂમિકા પર મહત્વ આપ્યું છે. કૃષિ વિકાસ પર લક્ષ કેન્દ્રિત કરીને કાયમી વૈકલ્પિક કૃષિલક્ષી રોજગારીને સ્વાભાવિક રીતે સક્રિય કરવાની જરૂરિયાત છે. એટલા માટે સમાપનમાં વિવિધ નીતિવિષયક વિકલ્પોને ધ્યાનમાં લઇને ગ્રામીણ બેરોજગારી તથા ભારતમાં બેરોજગારીની સમસ્યામાં રહેલાં જોખમોનો નિકાલ કરવા માટેના પ્રયાસો હાથ ધરવાનો પ્રયાસ કરેલ છે.
ચાવીરૂપ શબ્દોઃ કૃષિ, ગુજરાત, ભારત, નેરેગા (રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારીની ખાતરી આપતો અધિનિયમ) ગ્રામીણ બેરોજગારી, ટકા. વિકાસ, અલ્પ રોજગારી, પશ્ચિમ બંગાળ.
ભારતનાં કૃષિલક્ષી કુટુંબોના સમૂહનું આવક વિતરણ વિશ્લેષણ
- ર્ડા. વાચસ્પતિ શુકલા
સારાંશઃ
પ્રસ્તુત લેખમાં ગ્રામીણ ભારતમાં કૃષિલક્ષી કુટુંબોના આવક વિતરણને તપાસવામાં આવેલ છે. કૃષિમાંથી ફકત રૂા.૧૦,૦૦૦ જેવી રકમ મળે છે તેને દર્શાવેલ છે. ઝારખંડ, ઓડિસા, પશ્ચિમ બંગાળ જેવાં રાજયોમાં આનું પ્રમાણ અનુક્રમે ૧ ટકા, ૨ ટકા અને ૩ ટકા હતું જે ઘણું ઓછું છે. રાષ્ટ્રીય દૃષ્ટિએ ૭૭.૬ ટકા કૃષિલક્ષી કટુંબોની માસિક આવક સત્તાવાર ગરીબી રેખા કરતાં ઓછી હતી. પ્રસ્તુત અભ્યાસની ખાસ વિશિષ્ટતા એ છે કે કૃષિની આવકમાંથી ૧૦ ટકા ઉપાર્જન કરનારાઓને કુલ ખેતીની આવક કરતાં ૫૦ ટકાથી વધુ આવક મળે છે તેમાં બિનકૃષિના સ્ત્રોતોમાંથી મળતી આવક દ્વારા કૃષિલક્ષી કુટુંબોને મળતી આવકને પ્રોત્સાહિત કરીને અસમાનતા ઘટાડે છે. તેમ છતાં, એકંદરે અસમાનતા ઉંભી રહી છે. કેટલાંક રાજયોમાં ઘણાં કૃષિલક્ષી કુટુંબો ગરીબ રહયાં છે. લગભગ અડધાં કુટુંબોની માસિક આવક સત્તાવાર ગરીબીરેખા કરતાં ઓછી છે. જેમાં વધારે ઝારખંડ ૭૬.૭ ટકા, બિહાર ૬૩.૭ ટકા અને ઓડિસામાં ૬૨.૩ ટકા છે.
ચાવીરૂપ શબ્દોઃ કૃષિ આવક, કૃષિલક્ષી કુટુંબો, આવક અસામનતા, ગરીબી, આંતરરાજય અસમાનતા.
પુસ્તક સમીક્ષાઃ ર્ડા. વિદ્યુત જોશીનો સમાજવિજ્ઞાન શ્રેણી
- ર્ડા. રાજેશ લકુમ
સારાંશઃ
ર્ડા. વિદ્યુત જોશીની ‘સમાજ વિજ્ઞાન શ્રેણી’માં ગુજરાતી સમાજનાં વિવિધ પાસાંઓ વિશે ઉંડાણપૂર્વક વિમર્શ કરવામાં આવ્યો છે. આ શ્રેણીમાં ર્ડા. જોશીએ નવ પુસ્તકોમાં વર્તમાનપત્રોના લેખો અને અમુક સમાયિકોના લેખો મળીને કુલ ૩૯૭ લેખોનું સંપાદન કર્યું છે. જેમાં સમાજને સામાજિક વિજ્ઞાનના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કર્યો છે. સાહિત્ય એ સમાજનું પ્રતિબિંબ છે. સમાજમાં આવતાં પરિવર્તન તરીકે સાહિત્યને જોવામાં આવે છે. સમાજમાં ઉચ્ચ અને શાળેય શિક્ષણ એ ગુણવત્તા અને મૂલ્ય આધારીત અભિગમલક્ષી હોવું જોઇએ. સમાજમાં કૃષિ-ગ્રામ વિકાસ તથા ઔદ્યોગિક વિકાસની પ્રક્રિયામાં માનવીને કેવી અસરો થાય છે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમજ પછાત વર્ગો અને આદિવાસી સમાજના સંદર્ભમાં સામાજિક ન્યાય, ઓળખ એ સંશાધનોના પ્રશ્નો વિશે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ શ્રેણીમાં અસંગઠિત શ્રમિકોની દયનીય પરિસ્થિતિને પણ વાચા આપવામાં આવી છે. પર્યાવરણ અને સમાજમાં માનવવિકાસ અને પર્યાવરણીય સંતુલન વચ્ચેના તણાવને રજૂ કરવામાં આવ્યો છે. આ શ્રેણીમાં સમાજવિજ્ઞાનના વિવિધ પરિપ્રક્ષ્યોને પરિપ્રક્ષ્યોને સમાજ, ન્યાય અને વિકાસના કેન્દ્ર સ્થાને મૂકવામાં આવ્યો છે.
ચાવીરૂપ શબ્દોઃ સાહિત્ય, શિક્ષણ, કૃષિ-ગ્રામ અને ઔદ્યોગિક વિકાસ, પર્યાવરણ, શ્રમિકો, પછાત વર્ગો અને આદિવાસી વગેરે.
Thaltej Road, Near Doordarshan Kendra, Ahmedabad, 380 054 Gujarat, India.
+91 79 2685 0598
+91 79 2685 1714