Current Issue Madhukari

અંક-૨, વર્ષ-૯, ડિસેમ્બર – ૨૦૨૪

પશ્ચિમ બંગાળ અને ગુજરાતના ગ્રામીણ વિસ્તારના ઉત્પાદન ક્ષેત્રના વિકાસઃતુલનાત્મક અભ્યાસ

- સુબ્રતા દત્તા

સારાંશઃ

વિદ્યમાન સાહિત્યમાં નાના અસંગઠિત ગ્રામીણ ઉત્પાદન ક્ષેત્ર ઉપર સાપેક્ષ રીતે ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે. આ લેખમાં ગ્રામીણ ગુજરાતના નાના ઉત્પાદન ક્ષેત્રના વિકાસની સમસ્યાઓને તપાસવામાં આવી છે. (જે ઔદ્યોગિકરણ પર ભાર મૂકવા માટે જાણીતું છે.) પશ્ચિમ બંગાળ (જમીનસુધારણા અને સત્તાના વિકેન્દ્રિકરણ પર ભાર મૂકવા માટે જાણીતું છે.) તેમાં જોવા મળ્યું છે કે પશ્ચિમ બંગાળ પાસે શહેરી વિસ્તારની તુલનામાં વ્યાપક માત્રામાં ગ્રામીણ ઉત્પાદન ઉદ્યોગ સાહસનાં પોતાના ખાતાં છે (ઓએએમઇ) તેની સરખામણીમાં ગુજરાતનો ગ્રામીણ શહેરી તફાવત સાર્થક નથી. પશ્ચિમ બંગાળમાં શહેરી વિસ્તારો ઉપરાંત વિશાળ સંખ્યામાં નાના ગ્રામીણ ઉત્પાદનનો ઉદ્યોગ સાહસોની હાજરી છે. આ બાબત સૂચવે છે કે ગ્રામીણ શ્રમદળનો મોટો હિસ્સો ખેતી ઉપરાંત બહારનાં ક્ષેત્રોમાં આવક ઉપાર્જનની પ્રવૃત્તિઓ માટે પ્રયાસ કરતા હોય છે.

ચાવીરૂપ શબ્દોઃ શ્રમદળ અને જીવનનિર્વાહનું અર્થશાસ્ત્રઃ દક્ષિણ એશિયા.

સમર્થ કૃત્રિમ બુદ્ધિમતાના ઉપયોગને સમર્થન આપતી પદ્ધતિની આવશ્યકતા છે

- વિદ્યુત જોષી, નિપા શાહ

સારાંશઃ


આપેલ માહિતીને આધારે કૃત્રિમ બુદ્ધિમતા (એ.આઇ.) કાર્ય કરે છે. વિકાસકર્તા દ્વારા યંત્રને તાલીમ આપીને એવી રીતે તૈયાર કરવામાં આવે છે જે પ્રજનક કૃત્રિમ બુદ્ધિમતાને આધારે કાર્ય કરે છે તેનો પુનઃનિવેશ કરીને તેને આધારે પદ્ધતિ પોતે જ કાર્ય કરે છે. આ પદ્ધતિની અસર સમાજ પર કેવી પડે છે તે તપાસવાનો આશય પ્રસ્તુત પેપરનો છે. આના માટે ત્રણ ખુલ્લા વિભાગો પાડયા છે જેમ કેઃ (૧) કૃત્રિમ બુદ્ધિમતાનાં કાર્યો તપાસવા અને કૃત્રિમ બુદ્ધિમતાની પદ્ધતિથી કેવા પરિણામો બહાર આવી શકે તેની તપાસ કરવી. (ર) અગાઉની કૃત્રિમ બુદ્ધિમતાની પદ્ધતિની તુલના કરવી અને તેને સમર્થન આપી શકાય કે તુલનાને સમર્થ બનાવી શકાય. (૩) સમાજની જરૂરિયાત માટે પદ્ધતિની સાથે તેની સુસંગતતાનો સંબંધ તપાસવો. આ ત્રણ પરિણામોની તપાસ કરીને વર્તમાન સમાજના સંદર્ભમાં અને ભાવિ પઢી માટે કૃત્રિમ બુદ્ધિમતા સમસ્યાજનક છે કે નહી તે બાબત નકકી કરવી. જો કૃત્રિમ બુદ્ધિમતાની વિપરીત અસર સમાજ પર પડતી હોય તો તે માનવતાવાદને સમસ્યા તરફ દોરી જશે. પ્રસ્તુત પેપરમાં વાસ્તવિક અને અનિવાર્ય જરૂરિયાતો પર સંવાદિતા રજૂ કરવામાં આવેલ છે.

ચાવીરૂપ શબ્દોઃ કૃત્રિમ બુદ્ધિમતા (એ.આઇ.), જીવંત કૃત્રિમ બુદ્ધિમતા, માનવતાવાદ અને જરૂરિયાતો.

ગુજરાતમાં વસુધારા સહકારી ડેરી અને આદિવાસી વિકાસ

- હસમુખ દેસાઇ, મંજુલા લક્ષ્મણ

સારાંશઃ


આર્થિક વિશ્વવ્યવસાથામાં અર્થતંત્રમાં કાર્ય કરવાની ત્રણ રીતો છેઃ સ્પર્ધા, સંઘર્ષ અને સહકાર. સ્પર્ધા આધારિત આર્થિક વ્યવસ્થા હવે વિશ્વ પર પ્રભુત્વ ધરાવે છે. પરંતુ સમાંતર સહકારી પ્રવૃત્તિઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પૃથ્વી પરના ઓછામાં ઓછા ૧ર ટકા લોકો પૃથ્વી પરની ૩ મિલિયન સહકારી સંસ્થાઓમાંથી કોઇ પણના સહયોગી છે. સહકારી સંસ્થાઓ ટકાઉ આર્થિક વિકાસ અને સ્થિર, ગુણવત્તામુકત રોજગારમાં ફાળો આપે છે. સમગ્ર વિશ્વમાં ૨૮૦ મિલિયન લોકોને આજીવિકાની તકો પૂરી પાડે છે. વિશ્વની રોજગારી ધરાવતી વસ્તીના ૧૦ ટકા (આઇસીએ.-૨૦૨૨), ૨૦૨૩માં, ભારતમાં ૭.૯૭ લાખ સહકારી સંસ્થાઓ હતી. ૧૮.૪ ટકા ડેરી સહકારી સંસ્થાઓ હતી. દૂધ ઉત્પાદક તરીકે ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ગુજરાત રાજય ભારતમાં સહકારી ડેરીનું મોડલ છે. પશુધન ઉત્પાદન અહેવાલ (૨૦૨૧-૨૨) અનુસાર, ૨૨ ડેરી સહકારી ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારો સહિત ૩૩ જિલ્લાઓને આવરી લે છે. આદિવાસી વસ્તી ગુજરાતની કુલ વસ્તીના લગભગ ૧૪ ટકા છે અને અન્ય સામાજિક જૂથો અને આર્થિક પ્રવૃત્તિઓની અલગ છે. મોટા ભાગના (૯૦ ટકા) ડુંગરાળ અને જંગલ વિસ્તારોની નજીકના ગ્રામીણ વિસ્તારોમાં રહે છે અને પશુપાલનમાં ઓછી પ્રવૃત્તિઓ અને ભાગીદારી ધરાવે છે. રાજય આદિવાસીઓ માટે આજીવિકાની તકો ઉભી કરવા દરમિયાનગીરી કરી રહ્યું છે. આદિજાતિ પેટા યોજનાના મુખ્ય હેતુ વિવિધ વિકાસ કાર્યક્રમ પર ભાર મૂકે છે અને ૧૯૭૩માં વલસાડ જિલ્લામાં શરૂ થયેલી વસુધારા ડેરીએ ખાસ કરીને મહિલાઓ માટે આદિવાસીઓની આજીવિકાની તકો પર હકારાત્મક અસર કરી છે. આ પેપરનો ઉદ્દેશ્ય સામગ્રી વિશ્લેષણ પદ્ધતિનો ઉપયોગ કરીને ૨૦૧૩ થી ૨૦૨૩ દરમિયાન આદિવાસી વિસ્તારો પર વસુધારા સહકારી ડેરીની અસરનું વિશ્લેષણ કરવાનો છે. ગૌણ સ્ત્રોતો જેમ કે વસુધારા ડેરીના અહેવાલો, પ્રકાશનો અને અન્ય પ્રકાશિત કાર્ય વિશ્લેષણનો સ્ત્રોત હતો.

ચાવીરૂપ શબ્દોઃ સહકારી ડેરી વસુધારા, અનુસૂચીત જનજાતિ – આજીવિકા – ગુજરાત.

ભાવનગર જિલ્લાના તળાજા તાલકાનાં ચાર ગામોમાં બહુઆયામી ગરીબીનો અભ્યાસ

- પ્રેમ કમલેશકુમાર ચૌહાણ, ર્ડા. નશેમન બંદૂકવાલા

સારાંશઃ

ગરીબોનું માપન કરવા માટે પરંપરાગત રીતે વ્યકિત પાસે અથવા ઘર પાસે ઉપલબ્ધ નાણાંકીય સ્ત્રોતોને ધ્યાને લેવામાં આવતા હતા. આવકની માહિતી ઉપલબ્ધ ન હોય તો વપરાશી ખર્ચ વ્યકિત અથવા ઘરની સારી કે ખરાબ સ્થિતિ દર્શાવતા નથી. ગરીબી એકપરિમાણીય (માત્ર આવક પર આધારિત) નથી. ગરીબી એ બહુઆયામી ખ્યાલ છે. વ્યકિતમાં શિક્ષણ આરોગ્ય વગેરે જેવી અનેક મૂળભૂત જરૂરિયાતોનો અભાવ હોઇ શકે છે. અલ્કાઇર અને ફોસ્ટર પદ્ધતિએ બહુઆયામી ગરીબી માપવાની પદ્ધતિ છે. વિશ્વ સ્તરે તથા ભારત દેશમાં રાષ્ટ્રીય, રાજય તથા જિલ્લા સ્તરે બહુઆયામી ગરીબી વિશે ખૂબ જ અભ્યાસ થયેલા જોવા મળે છે. ગુજરાત રાજયમાં બહુઆયામી ગરીબી વિશે એક મહાશોધ વિષય પર કામ થયેલું જોવા મળે છે. પરંતુ પ્રાથમિક માહિતીને આધારે અભ્યાસ થયો હોય એવું સંશોધકોના ધ્યાને આવેલું નથી. આથી આ અભ્યાસ કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. આ અભ્યાસનો હેતુ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામોમાં બહુઆયામી ગરીબી અને વંચિતતાનો અભ્યાસ કરવાનો છે. આ અભ્યાસમાં બહુવિધ તબકકા નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલ છે. સંશોધકો દ્વારા કુલ ચાર ગામો પિથરપુર, ગોરબી, ઝાંઝમેર અને સરતાનગર પસંદ કરીને દરેક ગામમાં ૨૫ એ પ્રકારે કુલ ૧૦૦ ઘરોમાં સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. સર્વેક્ષણ કરેલાં ઘરોમાંથી કુલ ૨૬ ઘરો બહુઆયામી રીતે ગરીબ છે એવું સંશોધકોને જાણવા મળયું હતું. સરતાનગર, ગૌરબી અને પિથલપુર ગામોમાં જીવનધોરણ પરિમાણમાં તથા ઝાંઝમેર ગામમાં આરોગ્ય પરિમાણમાં સૌથી વધુ વંચિતતા જોવા મળે છે. પિથલપુર ગામમાં બહુઆયામી ગરીબીની માથાદીઠ સંખ્યા ગુણોત્તર સૌથી ઓછો ૧૪.૯૦ ટકા છે. જયારે સરતાનગર ગામમાં બહુઆયામી ગરીબીનો માથાદીઠ સંખ્યા ગુણોત્તર સૌથી વધુ ૪૦.૪૫ ટકા છે. બહુઆયામી રીતે ગરીબ લોકોની સરેરાશ વંચિતતા ગોરબી ગામમાં સૌથી ઓછી ૩૮.૯૬ ટકા અને સરતાનગર ગામમાં સૌથી વધુ ૪૫.૦૧ ટકા છે. પિથલપુર ગામનો બહુઆયામી ગરીબી સૂચકાંક સૌથી ઓછો ૦.૦૬૪૬ અને સરતાનગર ગામનો સૌથી વધુ ૦.૧૮૨૦ જોવા મળે છે.

ચાવીરૂપ શબ્દોઃ ગરીબી, બહુઆયામી ગરીબી, ગરીબોની તીવ્રતા, બહુઆયામી ગરીબી સૂચકાંક, વંચિતતા, સેન્સર્ડ અને અનસેન્સર્ડ માથાદીઠ સંખ્યા ગુણોત્તર.

institute address

Thaltej Road, Near Doordarshan Kendra, Ahmedabad, 380 054 Gujarat, India.

contact / fax number

+91 79 2685 0598

+91 79 2685 1714