લેખ મોકલવા અંગે
ISSN:2394-3663 ધરાવતા 'માધુકરી'માં હવે ગુજરાતીમાં લખાયેલ મૌલિક લેખો પણ લેવાય છે. અર્થશાસ્ત્ર ઉપરાંત અન્ય સામાજિક વિજ્ઞાનોના સંશોધનલેખો પણ આવકાર્ય છે. બીજે ન છપાયેલ અને સંશોધન લેખની સ્વીકૃત પદ્ધતિથી લખાયેલ લેખો સમીક્ષા બાદ છપાશે. લેખો ઉપરાંત માધુકરીમાં પુસ્તક-સમીક્ષા, પરિસંવાદ-માહિતી તથા સંસ્થા-સમાચાર પણ આવકાર્ય છે. લેખકોએ પ્રથમ સાર (એબ્સ્ટ્રેકટ) આપવો. પાદ્યટીપો તથા નોંધો ૧, ર, ૩ એમ ક્રમ આપવા અને લેખને અંતે મૂકવા. લેખમાં સંદર્ભો APA શૈલીમાં આપીને તેની પૂર્ણ યાદી પાદ્યટીપ - નોંધ પછી મૂકવી.
- સંપાદક
લેખકોને નમ્ર વિનંતી કે ...
- ૧. સ્પાઇસરના ઉદ્દેશોને અનુરૂપ ગુજરાત, ભારત તેમજ વિશ્વના જુદા જુદા સામાજિક, આર્થિક પ્રશ્નોને અનુલક્ષીને થયેલાં વૈજ્ઞાનિક અભ્યાસો, મોજણીઓ, સંશોધનો તેમજ સમાજને સ્પર્શતા વિવિધ પ્રશ્નોને સમાવતા આંતરરાષ્ટ્રીય, મોર્ડન લેંગ્વેજ એસોસીએશન (એમ.એલ.એ.) પ્રારૂપ લેખ આવકાર્ય છે. ગુજરાતને લગતા અભ્યાસોને પ્રાધાન્ય આપવામાં આવશે.
- ર. અન્યત્ર પ્રકાશિત થયેલા કે પ્રકાશિત કરવા મોકલેલ હોય તેવા લેખ છપાશે નહી.
- ૩. લેખ માત્ર ગુજરાતીમાં હોય અને લેખ માન્ય પદ્ધતિ મુજબ સંદર્ભસૂચિ હોય તે આવશ્યક છે.
- ૪. લેખમાં ભાષાશુદ્ધિનો આગ્રહ છે તે બાબતે લેખકે કાળજી લેવા વિનંતી છે.
- પ. લેખકે લેખમાં પોતાનું નામ, હોદ્દો, સંસ્થાનું નામ, સરનામું અને ફોન-નંબર તેમજ ઇ-મેઇલ અવશ્ય લખવાં.
- ૬. 'માધુકરી'ને આઇ.એસ.એસ.એન. પ્રાપ્ય છે. તેથી લેખની સમીક્ષા થયા બાદ જ છપાશે તે ધ્યાનમાં રાખવું.
- ૭. 'પુસ્તક-સમીક્ષા' મોકલતી વખતે જે તે પુસ્તકની નકલ મોકલવાની રહેશે.
- ૮. ડિસેમ્બરના અંકમાં લેખ પ્રકાશિત કરાવવા માટે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં અને જૂનના અંકમાં લેખ પ્રકાશિત કરાવવા માટે માર્ચ મહિનાના અંત સુધીમાં આપના લેખ, સમાચાર, પ્રવૃત્તિ-નોંધ મોકલી દેવા વિનંતી છે.
- ૯. લેખકોને પ્રકાશિત થયેલા લેખવાળા અંક મોકલવામાં આવે છે. તેમજ લવાજમ ભરનારને માધુકરીનો અંક સમયસર પહોંચાડવામાં આવે છે. કવચિત્ અંક ન મળે તો સંપાદકીય કચેરી પર ફોન કરીને કે લેખિત રીતે જાણ કરવાથી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.